દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

લગ્નમાં મળેલી ચાંદલાની રકન માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની શાળાને દાન


Update on :   વાપી 6/12/2017 6:34:21 PM

કન્યાદાનને સૌથી મોટું દાન ગણવામાં આવે છે. ત્યારે વાપીના ઓરવાડ ગામના વતની અને વર્ષોથી મુંબઇમાં રહેતાં એક દેસાઇ દંપતિએ, કન્યાદાનને બદલે સમાજ સેવા કરી એક નવતર પહેલ કરી છે. દેસાઈ દંપતિએ પોતાની દીકરીના લગ્નમાં આવેલી ચાંદલાની રકમ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની શાળાને દાનમાં આપવાનું નક્કી કર્યુ.દપંતિની સેવાની ભાવનાને જાણ્યા બાદ ,બીજા સગા-સંબંધીઓએ અને મહેમાનોએ રૂપિયા 500 અને હજારના બદલે રૂપિયા બે હજારનો ચાંદલો કરી ઉત્સાહ બતાવ્યો હતો. અને તેથી ચાંદલાવિધીમાં આવેલી ત્રણ લાખ જેટલી માતબર રકમને દેસાઈ દંપતિએ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની શાળાને દાનમાં આપી છે. આ અંગે કન્યાના માતાએ કહ્યું હતું કે, કન્યાદાનમાં આવેલી રકમ 72 જેટલા માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને આપી તેમણે એક નહીં પણ 72 ગણુ કન્યાદાન કર્યુ હોવાનો લાગણી થાય છે.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India