દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

ATMમાંથી પૈસા નહીં પણ નિકળે છે દૂધ, ડેમાઇ દૂધ ડેરીની સરાહનીય કામગીરી


Update on :   બાયડ, અરવલ્લી 7/5/2017 4:14:19 PM

તમે પૈસાનું એટીએમ તો જોયું હશે. પણ અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાઈ ગામમાં એક એવું એટીએમ છે જ્યાંથી પૈસા નહીં પરંતુ દૂધ નિકળે છે. જી હાં ડેમાઈ દૂધ મંડળી દ્વારા ડેમાઈ ગામમાં દૂધનું એટીએમ લગાવવામાં આવ્યું છે. દૂધ મંડળીના સેક્રેટરી, ચેરમેન અને સભાસદોના સહિયારા પ્રયાસ દ્વારા ડેરીમાં દૂધ એટીએમ લગાવાતા ગામ લોકોને સવાર-સાંજ તાજું અને સસ્તું દૂધ મળી રહે છે. આ એટીએમમાં 10 રૂપિયામાં 250 ગ્રામ દૂધ નિકળે છે. જ્યારે વધુ દૂધ મેળવવા માટે મંડળી દ્વારા મિલ્ક એટીએમ કાર્ડ બનાવવામાં આવ્યું છે. જે કાર્ડ એટીએમમાં સ્કેનિંગ કરતાની સાથે જ લીટર દૂધ નિકળે છે. ડેમાઈ દૂધ મંડળી દ્વારા લગાવેલા દૂધ એટીએમથી ગ્રામજનો ખુબ ખુશ છે. અને મંડળીના આ સરાહનીય પ્રયાસને આવકારી રહ્યા છે.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India