Gujarat Home / અંકલેશ્વરની ફાર્મા કંપનીમાં આગ, 16 ફાયર ફાઇટરોએ જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો Update on : અંકલેશ્વર 2/4/2018 12:08:44 PM અંકલેશ્વરમાં આવેલી સનફાર્મા કંપનીમાં શનિવારે રાત્રે ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાયટરની ટીમ પણ અંદર પ્રવેશી શકી ન હતી. બાજુના એક બિલ્ડિંગમાંથી અને બહારથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાયો હતો. આગને કાબૂમાં લેવા માટે 16 ફાયર ફાયટરની ગાડીઓથી પાણીનો મારો ચલાવાયો હતો. ભારે જહેમત બાદ સવારે સાડા સાત વાગ્યે આગ પર કાબૂ મેળવાયો હતો. સોલ્વન્ટ રીકવરી પ્લાન્ટમાં લાગેલી ક્યાં કારણથી લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.